સિંધુ બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ સ્પર્ધામાંથી ખસી ગઈ

સિંધુ બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ સ્પર્ધામાંથી ખસી ગઈ

સિંધુ બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ સ્પર્ધામાંથી ખસી ગઈ

Blog Article

ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ ઈજાને પગલે ચીનમાં યોજાનારી બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં પોતે રમી શકે તેમ નહીં હોવાનું જણાવ્યું છે. સિંધુ ખસી જતા ભારતને જોરદાર ફટકો પડ્યો છે. બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ કિંગડાઓ ખાતે 11થી 16 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે.

સિંધુને પગના સ્નાયુ ખેંચાવાની સમસ્યા થતા તે આ ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. અન્ય ભારતીય સ્ટાર ખેલાડીઓમાં લક્ષ્ય સેન તથા એચ એસ પ્રણોયનો સમાવેશ થાય છે. પુરૂષોની ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ઉપર મદાર રહેશે. અગાઉ ભારતીય બેડમિન્ટન ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી અને સિંધુ તેનો હિસ્સો હતી.

Report this page